Gujarati Quotes On Life | ગુજરાતી સુવિચારો
આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ Quotes On Life જે આપણા સૌના જીવનનો અભિન્ન અંગ છે – જીવન વિશેના ગુજરાતી સુવિચારો Gujarati quotes on life. આપણી માતૃભાષામાં રચાયેલા આ મોતી સમાન વિચારો આપણને જીવનની ગહનતાને સમજવામાં મદદ કરે છે.ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ Gujarati language and culture સદીઓથી જ્ઞાન અને બુદ્ધિમત્તાનો ખજાનો રહી છે. આપણા પૂર્વજો, સંતો, કવિઓ અને વિચારકોએ જીવનના દરેક પાસા વિશે ઊંડાણપૂર્વક ચિંતન કર્યું છે અને તેમના અનુભવોને સરળ પણ અર્થપૂર્ણ શબ્દોમાં વ્યક્ત કર્યા છે
ગુજરાતી સુવિચારો અને જીવન દર્શન આપણા સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે. આ પ્રેરણાદાયી વિચારો અને પ્રોત્સાહક કહેવતો જીવનના વિવિધ પાસાઓને સ્પર્શે છે, જે આપણને ગહન જીવનપાઠ અને તત્વજ્ઞાની વિચારો આપે છે. ગુજરાતી ભાષામાં રચાયેલા આ માત્ર શબ્દો નથી, પરંતુ Quotes On Life ,Life Wisdom અને Philosophical Insightsનું પ્રતિબિંબ છે. તેઓ આપણને જીવનની જટિલતાઓને સરળતાથી સમજવામાં મદદ કરે છે અને આપણા દૈનિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રેરે છે. આ Inspirational Quotes અને Motivational Sayings આપણને જીવનની ઊંડી સમજ આપે છે અને Traditional Knowledge સાથે જોડે છે, જે આપણને મહત્વપૂર્ણ Life lessons શીખવે છે.
Table of Contents
Best Quotes on Life In Gujarati | ગુજરાતી સાહિત્યના અમૂલ્ય સુવિચારો
ગુજરાતી સાહિત્યના અમૂલ્ય રત્નો સમાન આ સુવિચારો આપણને જીવનની ગહનતાઓ સમજવામાં અને સફળતાના શિખરો સર કરવામાં માર્ગદર્શન આપે છે.
“જીવનમાં સૌથી મોટી રાહત જે તમે વિચારો છો તે કહી શકવાની ક્ષમતામાં છે.”
“જુઠા આરોપો લગાવનારા માટે સૌથી સારો જવાબ મૌન હોય છે.”
“જે વ્યક્તિ થોડામાં ખુશ રહે છે તે જ સૌથી વધુ ખુશ હોય છે.”
” જે સમયનો સદુપયોગ કરે છે તેમને સમય વધુ લાગે છે.”
“જેમ એક સારી રીતે વિતાવેલો દિવસ સારી ઊંઘ અપાવે છે તે જ રીતે સારી રીતે વિતાવેલું જીવન પણ સુખદ મોત લઈને આવે છે.”
“જો મારી પાસે અખૂટ સંપત્તિ હોય તો પણ હું ગરીબ વ્યક્તિની જેમ જ રહેવાનું પસંદ કરીશ.”
“જ્યારે કામમાં આનંદ આવે છે તો જીવન સુંદર થઈ જાય છે.”
“વિશ્વના સૌથી શક્તિશાળી લોકોને પણ જિંદગી પોતાના અંદાજમાં જરૂર શીખવે છે.”
” જે વસ્તુને મન યાદ રાખવા માગે છે તે તેને ભૂલી જાય છે, અને જે વસ્તુને ભૂલી જવા માંગે છે તેને તે સતત યાદ રાખે છે.”
” કામ કદી મોટા નથી હોતા કામ તો હંમેશા નાના જ હોય છે પણ ખૂબ પ્રેમથી એ કામ કરીએ એટલે તે મોટા બને છે”
“જો કોઇ વ્યક્તિ સપનાઓની દિશામાં વિશ્વાસથી આગળ વધે અને એવું કલ્પેલું જીવન જીવવાનો પ્રયત્ન કરે તો ન ધારેલા સમયમાં સફળતા હાંસલ કરી શકશે.”
“મૃત્યુ એ જીવનની કરુણા નથી પણ આપણે જિંદગી જીવતા રહીએ અને આપણી અંદર રહેલા સત્વને મરવા દઈએ એ જ છે જીવનની સાચી કરુણા.”
“હે પૂર્ણ, તારે ચરણે જે કંઇ છે તે બધુ છે, ને છે; નથી એવો ભય તો કેવળ મારોજ છે. તેથી હુ દિન-રાત રડ્યાં કરુ છું.”
” મહાન વસ્તુની પ્રાપ્તિ ક્યારેય ઉત્સાહ કે લગન વિના થતી નથી”
“જે વિચારો ભાવનાઓની કોઈ પણ લાગણીઓ સાથે ભળેલા હોય, તે એક ચુંબકીય બળ બનાવે છે, જે અન્ય તેના જેવા જ અથવા સંબંધિત વિચારોને આકર્ષે છે.”
“જો તમે તમારી સમસ્યાઓને અવગણવાને બદલે તેમનો સામનો કરો તો તમે તેમની સામે વ્યવહાર કરવા માટે વધુ સારી સ્થિતિમાં હશો.”
“તમારા દિવસો તમે જે રીતે જીવશો એ પ્રમાણે તમારું જીવન કંડારી શકશો.”
તમારી અંદર દીવાની એક વાત પડેલી છે જે તમારા આત્માનો પ્રકાશ બનવાની રાહ જુએ છે, જ્યારે આ અંદરની જ્યોત તેજસ્વીતાપૂર્વક ઝળહળે છે ત્યારે તમે તમારા જીવનમાં અદભૂત જાગૃતિ અનુભવો છો .
તમારી જિંદગીમાં વધુ સારું મેળવવા માટે કૃતજ્ઞતાનો ભાવ અનિવાર્ય છે.
તમારો દરેક વિચાર એ ખરેખર અસલી ચીજ છે, એ એક શક્તિ છે.
“ટેવોનું હાડપિંજર માનવ દેહને ધારણ કરે છે.”
“તમારા આદર્શ સમજી વિચારીને પસંદ કરો.”
“તમે જીવતા રહો છો ત્યાં સુધી લોકોનો તમારામાં રસ રહે છે.”
“તમે દરરોજ સ્વયંને રીન્યુ કરો છો, ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા મળે છે જેથી જ જીવનનું સંતુલન રહે છે.”
“તમે ફક્ત એ જ ચીજ ખોઈ નાંખો છો જેની સાથે તમે ચીપકી જાઓ છો.”
“દરેક મેચ એક શીખ આપે છે, તમે તે રમીને જ જાણી શકો છો.”
“દુશ્મનના સારા ગુણોને પણ અપનાવવા જોઈએ.”
“ધ્યાનથી જ્ઞાન પેદા થાય છે અને ધ્યાન વિના જ્ઞાન ખોવાઈ જાય છે.”
“માણસનો જ્યાં સુધી પોતાના પર કાબુ ના હોય ત્યાં સુધી તે સ્વતંત્ર ન થઈ શકે.”
“માનવ જીવનનું ધ્યેય છે કર્મ, કેવળ ચિંતન કે વિચાર નહીં પછી એ વિચાર ભલેને ગમે તેટલો ઉમદા કેમ ન હોય મોટા સંકલ્પ કરતા નાનું એવું કામ પણ હંમેશા બહેતર ગણાય છે.”
“મારા સૌથી નજીકનો પાડોશી હું ખુદ છું.”
“મૃત્યુ એ જીવનની કરુણા નથી પણ આપણે જિંદગી જીવતા રહીએ અને આપણી અંદર રહેલા સત્વને મરવા દઈએ એ જ છે જીવનની સાચી કરુણા.”
“રોજ ચાલવાનું રાખો. પરસેવો વળે ત્યાં સુધી ચાલો. શરૂઆતમાં સુગર બળે છે અને પછી ચરબી બળે છે. જે બળ્યું તે જ ફળ્યું! ચલના જીવન કા નામ, ચલતે રહો સુબહ-શામ!”
“માનવ જીવનનું ધ્યેય છે કર્મ, કેવળ ચિંતન કે વિચાર નહીં પછી એ વિચાર ભલેને ગમે તેટલો ઉમદા કેમ ન હોય મોટા સંકલ્પ કરતા નાનું એવું કામ પણ હંમેશા બહેતર ગણાય છે.”
“લોકો તમને નફરત કરશે કારણ કે તમે બેસ્ટ છો.”
“વધુ શબ્દોમાં થોડું કહેવાના બદલે ઓછા શબ્દમાં વધુ કહેવાનો પ્રયાસ કરો.
“વિશ્વના સૌથી શક્તિશાળી લોકોને પણ જિંદગી પોતાના અંદાજમાં જરૂર શીખવે છે.
“શબ્દ મૌન થી વધુ કિંમતી હોવા જોઈએ નહીં તો ચૂપ રહેવું જ યોગ્ય છે.”
- “શું હું ગત વર્ષ કરતા બહેતર સ્થિતિમાં છું આ જ જીવનને માપવાની પદ્ધતિ છે.”
“સન્માન થી મરવું અપમાનિત થઈને જીવવા કરતા સારું છે.”
“હા અને ના આ દુનિયાના સૌથી જૂના અને નાના શબ્દો છે પણ તેનો ઉપયોગ કરવા માટે સૌથી વધુ વિચારવાની જરૂર પડે છે.”
“હું ઇચ્છું છું કે લોકો જાણે કે હું માણસ છું અને એટલે જ પરફેક્ટ નથી.”
“હું ઈશ્વર સાથે શાંતિથી રહું છું મારી ટક્કર તો માણસો સાથે છે.”
” હું માનું છું કે એક શું વ્યવસ્થિત જીવન માટે બચત જરૂરી છે.”
” તમારી જાતને કોઇની સાથે અને તમારા વિકાસને બીજાઓની સાથે સરખાવશો નહી. તમે પોતેજ વિશેષ છો અને તમારી પોતાની લાક્ષણિક્તાઓ અને ગુણવત્તા પણ તમારી પોતાની છે. “
“ભોજન કદાચ ભુલી જાવ, પણ અંગત વિકાસ માટેના સમયને ભુલશો નહીં.”
“વિચાર એ શક્તિ છે, જીવંત પરિબળ, સૂક્ષ્મ અને અટકાવી શકાય નહીં એટલું પ્રચંડ છે અને વિશ્વમાં એનું અસ્તિત્વ છે. વિચારો એ જીવંત વસ્તુ છે.”
“જીવનશક્તિને કેવી રીતે વહેતી કરશો. જીવનથી ગભરાશો નહી. એ જીવવા માટે યોગ્ય છે એમ માનો અને તમારી માન્યતા વાસ્તવિકતા સર્જવામાં મદદ કરશે.”
” સાચી દિશાની માનસિકતાથી માણસ ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. એને કોઇ અટકાવી શકે નહીં. ખોટી માનસિકતાવાળા વાણસને પૃથ્વી ઉપરની કોઇ વસ્તુ મદદરૂપ થઈ શકે નહી.”
“તમારું આંતરિક વિશ્વ જ તમારા બહારનાં વિશ્વને નક્કી કરે છે.”
“મારું ધ્યેય, એક સત્યશીલ ચારિત્રવાન અને પ્રામાણિક સંવાદિતાવાળી વ્યક્તિ બનવાનું, દેશ માટે કંઇક કરી છુટવાનું, શારિરીક સંપૂર્ણ સ્વાસ્થ અને માનસિક પવિત્રતાવાળા થવાનું છે. મારે શ્રેષ્ઠ કુટુંબ હોય અને ધંધાકીય જીવમમાં આર્થિક રીતે સમૃધ્ધ હોઉં અને મારું જીવન અત્યંત ઉત્સાહ અને આનંદ સાથે જીવી શકું”
“જે માણસ પાસે કસરત કરવાનો સમય નથી એણે માંદગીને માટે સમય આપવો જ પડે છે.”
“સાચો આનંદ મનની પ્રવૃતિ અને શરીરની કસરતથી મળે છે. આ બંને સદા જોડાયેલા છે.”
“સારી રીતે શ્વાસ લેવો એજ સારી રીતે જીવવું છે.”
“ખુશ રહેવા માટે માત્ર એક જ મંત્ર છે. અપેક્ષા ફક્ત પોતાના પર રાખો અન્ય કોઈ વ્યક્તિ પર નહીં.”
“હું એ વાતને સ્વીકારવા તૈયાર હતો કે હું કેટલીક વસ્તુઓને બદલી શકીશ નહીં.”
“ફૂલોની સુગંધ હવાની દિશામાં વધે છે પરંતુ એક વ્યક્તિ નું સારાપણું દરેક દિશામાં ફેલાય છે.”
“ભલે કાગડો એક ઊંચા મકાન પર બેઠે બેઠેલો હોય તો પણ એને ગરુડ કહી શકાતો નથી એ જ રીતે એક વ્યક્તિ નું સન્માન એમના ગુણોથી નક્કી થાય છે તેની ઊંચાઈ સ્થિતિ કે ધન થી નહીં.”
” જરૂરથી વધારે ઈમાનદાર થવું જરૂરી નથી, વધારે ઈમાનદાર થવું સ્વાસ્થ્ય માટે સારું નથી કેમકે લોકો સીધા વૃક્ષોને પહેલા કાપી નાખે છે.”
“આપણે ભૂતકાળની બાબતે પસ્તાવો કરવો જોઈએ નહીં કે ભવિષ્ય વિશે ચિંતા કરવી જોઈએ વિવેકાધીન વ્યક્તિ હંમેશા વર્તમાનમાં જ જીવે છે.”
“પોતાની સમસ્યાઓને બીજાઓ સાથે વહેંચવી જોઈએ નહીં કેમકે લોકો આપણી કમજોરી ની મજાક ઉડાવે છે અને એના પર હશે છે અને એનો લાભ ઉઠાવે છે.”
“કમાણીથી વધારે ખર્ચ કરવાવાળા વ્યક્તિ અને મહિલાઓ પર ખરાબ નજર રાખવાવાળા વ્યક્તિનું પતન થવામાં વધારે સમય લાગતો નથી.”
“જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ મળવું સમયની વાત છે, પરંતુ મૃત્યુના પછી લોકોના દિલમાં જીવતા રહેવું એ કર્મોની વાત છે.”
Best Life Lesson Quotes In Gujarati | અમૂલ્ય શીખ આપતા ગુજરાતી સુવિચારો
જીવનની અમૂલ્ય શીખ આપતા આ ગુજરાતી સુવિચારો આપણી સંસ્કૃતિનો અજોડ વારસો છે. સરળ છતાં ગહન, આ વિચારો આપણને જીવનની જટિલતાઓમાં માર્ગદર્શન આપે છે અને આપણા વ્યક્તિત્વને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભૂતકાળના
કેદી બનીને ના રહેશો,
કેમ કે એ માત્ર એક સબક હતું
ઉમરકેદની સજા નહીં !!
શરૂઆતમાં બધા સારા અને
પછી ખરાબ એટલા માટે લાગે છે,
કેમ કે સમય ધીમે ધીમે બધાનું
સત્ય સામે લાવી જ દે છે !!
બદલાવ જો
હિતમાં હોય તો કોઈ
સંકોચ વગર બદલાઈ
જવું જોઈએ !!
Quotes On Life
પોતાના હક માટે બેશરમ
બનવામાં કંઈ ખોટું નથી કેમ કે
જે લોકો શરમ કરે છે એમનો ફાયદો
ઉઠાવવામાં દુનિયા પારંગત છે !!
જો તમે પોતાને
બદલવા જ નથી માંગતા તો
તમે જિંદગી પાસે કઈ રીતે આશા
રાખી શકો કે એ એક દિવસ
બદલાઈ જશે !!
જયારે તમને તમારી
કિંમતનો એહસાસ થઇ જાય,
ત્યારે બહુ મુશ્કેલ થઇ જાય છે એ
લોકો સાથે રહેવું જે તમારી
કદર નથી કરતા !!
જયારે તમારો ઈરાદો સારો હોય
ત્યારે તમે લોકોને નહીં પણ લોકો
તમને ખોઈ દેતા હોય છે !!
Quotes On Life
ઘણીવાર લોકો
તમારી મદદ કરવા ઈચ્છે છે
પણ તમારા સ્વભાવ અને વ્યવહારના લીધે
એ એવું કરી શકતા નથી !!
બળવાન બનો, કુતરું લાકડી પકડે
બળવાન બનો,
કુતરું લાકડી પકડે છે અને
સિંહ લાકડી વાળાને !!
Quotes On Life
ડબલ રોલ
કરવા વાળો માણસ,
અંતમાં સિંગલ રોલ કરવાને
લાયક પણ નથી રહેતો !!
જે સમજી ના શકે
એ સાચવી શું શકે !!
કોઈ ભૂલ જો
વારંવાર થતી હોય,
તો એ ભૂલ નહીં પણ
મરજી હોય છે !!
અમુક વાતો તમને
ત્યાં સુધી નથી સમજાતી જ્યાં
સુધી એ તમારી સાથે નથી થતી!!
Quotes On Life
ભૂલ કરવા વાળાને માફ
કરી શકાય પણ જાણી જોઇને
તકલીફ દેવા વાળાને ક્યારેય નહીં !!
Quotes On Life
બધો ખેલ કર્મનો છે,
એ જયારે ફરી પાછું આવે છે
હિસાબ કરીને જ જાય છે !!
Quotes On Life
જેને પોતાની અંદર
રહેલી ભૂલ નથી દેખાતી,
એને બીજાની અંદર ભૂલો સિવાય
બીજું કંઈ નથી દેખાતું !!
Quotes On Life
એ ભૂતકાળના પાના
જે તમને દુઃખી કરે છે એને
સળગાવીને જિંદગીની એક નવી
શરૂઆત કરવામાં કંઈ ખોટું નથી !!
જો તમને ખબર પડી જાય કે
તમારી ગેહાજરીમાં તમારા વિશે કેટલું
સારું ખરાબ બોલવામાં આવ્યું છે તો તમે ઘણ
લોકો સામે જોવાનું પણ બંધ કરી દેશો !!
4 ડગલા ચોરથી,
14 ડગલા નીચથી અને
44 ડગલા ચુગલખોર માણસથી
હંમેશા દુરી બનાવી રાખજો !!
કોઈના આત્માને
એટલું દુઃખ ના પહોંચાડશો કે
પરમાત્મા પોતે જ એના પક્ષમાં
આવીને ઉભા રહી જાય !!
પોતાની જાતને વધારે
સારી બનાવવા પર ધ્યાન દો,
સારી સાબિત કરવા પર નહીં !!
Quotes On Life
તમારો ઉપયોગ કરવાવાળા
તો તમારી કિંમત સારી રીતે જાણે છે,
એ તો બસ એ આશામાં હોય છે કે તમને
તમારી સાચી કિંમતની ખબર ના પડે !!
એ લોકોથી હંમેશા દુર રહો
જે પરેશાનીઓનું કારણ હોવા છતાં
પોતે પીડિત હોવાના રોદણા રોવે છે !!
કોઈ વ્યક્તિની આદત હોવી
એ દુનિયાની સૌથી ખરાબ આદત છે,
આ આદતથી દુર રહો અથવા પોતાનું
ભવિષ્ય બરબાદ કરવા તૈયાર રહો !!
ખોટાને ખોટા કહેવાની
જો તમારામાં હિંમત ના હોય તો
તમારી પ્રતિભા વ્યર્થ છે !!
ખાલી ડુંગર જ નહીં,
હવે તો માણસ પણ દુરથી જ
રળિયામણો લાગે છે !!
આનંદમાં રહેવું હોય તો જે છે
એને છુપાવવાનો અને જે નથી એને
બતાવવાનો પ્રયત્ન ના કરશો !!
દુનિયા એક એવું બજાર છે
જ્યાં સલાહ જથ્થાબંધ મળે છે
અને સહકાર વ્યાજે મળે છે !!
મોંઘા ચપ્પલ
મોટાભાગે એ લોકો જ
ખરીદતા હોય છે જેના ભાગ્યમાં
ચાલવાનું બહુ ઓછું હોય છે !!
Best Quotes on Life Journey | જીવન વિશેના શ્રેષ્ઠ ગુજરાતી સુવિચારો
ઠોકરો ખાઈને
ઘડાયેલો માણસ પોતાના
હૃદય કરતા પોતાના મનની
વાત વધારે સાંભળે છે !!
આ જીવન પણ કેવું વિચિત્ર હોય છે,
અહીં જે વાંકા છે એને છોડી દેવામાં આવે છે
અને સીધા છે એને ઠોકી દેવામાં આવે છે !!
Quotes On Life
તમે કોઈના ખરાબ વર્તનને
જેટલું વધારે સહન કરશો ને એ
વ્યક્તિ તમારી જિંદગીમાં એટલું જ
વધારે ઝેર ઘોળશે !!
Quotes On Life
જિંદગીનો એક
બહુ સાધારણ નિયમ છે કે જે
વાત તમને તમારા માટે પસંદ ના હોય
એ બીજા માટે ક્યારેય ના કરો !!
પરપોટા જેવી આ
જિંદગીમાં શું વેર કરીએ,
ફૂટી જઈએ ત્યાં સુધી ચાલોને
બધાને પ્રેમ કરીએ !!
જિંદગી સરળ થઇ જાય છે જયારે
જીવનસાથી સમજદાર હોવાની સાથે સાથે
સમજવાવાળું મળી જાય છે !!
Quotes On Life
સ્વજનોની ચાલાકીઓ
સાવ ભોળા માણસને પણ કઠોર
બનવા મજબુર કરી દે છે !!
બદલાઈ જવું
એ જ સૌથી સારુ છે
કેમ કે બદલો માત્ર બરબાદી
તરફ લઇ જાય છે !!
પોતાના સ્વાસ્થ્યને પ્રેમ કરો,
બાકી બીજા કોઈને પ્રેમ કરવાને
લાયક નહીં રહો !!
Quotes On Life
માથું અને પાત્ર
હંમેશા ઊંચું રાખો,
સારા – ખરાબ દિવસો તો
આવતા જતા રહે છે !!
Quotes On Life
એ લોકોને ક્યારેય ના ભૂલશો
જેણે તમારો સાથ ત્યારે આપ્યો જયારે
બીજા બહાના બનાવી રહ્યા હતા !!
આપણે ઉંમરથી નહીં
પરંતુ જિંદગી આપણને જે
પાઠ ભણાવે એનાથી મોટા
થતા હોઈએ છીએ !!
Quotes On Life
બધા પ્રત્યે
હમદર્દી જરૂર રાખો
પરંતુ એને તમારી કમજોરી
ના બનવા દેશો !!
Quotes On Life
જયારે તમને ખ્યાલ આવશે
કે તમે એક જ ક્ષણને બે વાર જીવી
શકતા નથી ત્યારે તમને જીવનનું
મહત્વ સમજાઈ જશે !!
જો તમે બીજાને
સફળ થતા જોઈ શકો છો
તો તમારાથી સફળ માણસ
બીજો કોઈ નથી !!
ત્યાં રહો જ્યાં તમે
દિલથી ખુશ રહી શકો,
ખાલી દેખાવ માટે કંઈ કરવું એ
બેવકૂફી સિવાય કંઈ નથી !!
જયારે તમને એહસાસ થાય કે
તમને નજરઅંદાજ કરવામાં આવે છે
તો પછી એ જગ્યાએ ફરીવાર જવાનો
કોઈ મતલબ જ નથી રહેતો !!
બસ એકવાર ના કહી જુઓ,
તમને ખબર પડી જશે કે સામેવાળો માણસ
તમારી કેટલી ઈજ્જત કરે છે !!
Quotes On Life
તમે માનો કે ના માનો
આપણી બધી જ તકલીફના મૂળ
માત્ર અને માત્ર લાગણી છે !!
જે રૂપિયા માટે વેચાઈ
જાય એને માણસ નહીં
સામાન કહેવાય છે !!
નોકરી ના મળવાનો
અર્થ એ છે કે જિંદગીએ તમને
માલિક બનવાની તક આપી છે !!
સમયે આમ તો
ઘણુબધું શીખવાડ્યું,
બસ સમય ઘણો લગાડ્યો !!
એ લોકોથી અંતર
બનાવીને રાખવું જોઈએ જે
માત્ર ગરજ હોય ત્યારે જ તમને
યાદ કરે છે બાકી તો નજરઅંદાજ
કરવાનો કોઈ મોકો નથી ચુકતા !!
ભવ્ય મહેલ હોય કે
હોય નાની એવી ઝુંપડી,
ઘર એ જ કહેવાય છે જ્યાં
સુખ અને શાંતિ મળે !!
જિંદગીની પીચ ઉપર
હંમેશા ધ્યાનથી રમજો કેમ કે
તમારી સૌથી નજીક વાળો જ
તમારું સ્ટમ્પીંગ કરતો હોય છે !!
માણસ ક્યારેય
સ્વભાવ નથી બદલતો,
જરૂર પડે ત્યારે થોડા સમય માટે
સારા બનવાની એક્ટિંગ કરી લે છે
પણ જરૂર પૂરી થતા જ પોતાના અસલી
રંગમાં આવતા વાર નથી લાગતી !!
જેનાથી તમે
આશા કરો છો બસ એ
લોકો જ તમારી જીંદગીમાં
તમાશા કરે છે !!
Quotes On Life
Conclusion :
જીવન સુવિચાર, Success Suvichar અને Life Lessons Suvichar નો આ સંગ્રહ આપણને માત્ર Inspiration જ નહીં, પરંતુ જીવનને વધુ સારી રીતે જીવવાની Art of Living શીખવે છે. આ Quotes આપણને યાદ અપાવે છે કે જીવનમાં સફળતા અને સંતોષ મેળવવા માટે સતત Striving રહેવું અને Positive Outlook રાખવો કેટલું મહત્વપૂર્ણ છે.
આશા છે કે આ Wisdom collection તમને જીવનના દરેક તબક્કે Motivation અને Guidance આપશે. યાદ રાખો, દરેક એક નાનકડું Seed છે – તેને તમારા mind માં વાવો, તેનું Nurture કરો, અને પછી જુઓ કેવી રીતે તે તમારા જીવનમાં Positive Change નું વૃક્ષ બને છે.
આવા વધુ Inspirational Thoughts માટે અમારી સાથે જોડાયેલા રહો. કારણ કે Knowledge Journey ની આ યાત્રા કદી અટકતી નથી – તે નિરંતર ચાલતી રહે છે, જેમ જેમ આપણે Life’s Wisdom ના નવા પાઠ શીખતા જઈએ છીએ.